દેશ-વિદેશ
News of Thursday, 19th July 2018

લાગણીઓ વ્યકત કરે એવો રોબો પણ આવી ગયો

ન્યુયોર્ક તા.૧૯: અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ લાગણીઓ વ્યકત કરી શકે એવો રોબો વિકસાવ્યો છે. શરીરની બાહ્મ સપાટી પર રોબોના ભાવનાત્મક પ્રતિસાદો જોવા મળે એવુ સંશોધન વિજ્ઞાનીઓએ કર્યુ છે.

રોબોની સ્કિનમાં ટેક્ષ્ચર યુનિટ ગ્રિડ હોય છે. એના આકારો રોબોની લાગણીઓ મુજબ બદલાય છે. બ્રાહ્મ સપાટી પર શબ્દગીન અભિવ્યકિતની જોગવાઇની પ્રેરણા વિજ્ઞાનીઓને પ્રાણીઓને જોઇને મળી હતી. રોબોને માનવરૂપના દૃષ્ટિકોણથી જોવા ન જોઇએ એ અભિગમ સાથે નવું સંશોધન અને રોબોની બનાવટમાં ઉમેરો કરવામાં આવ્યું હોવાનું કોર્નેલ યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું હતું યુનિવર્સિટીના અસિસ્ટન્ટ પ્રોફેસર ગાય હોફમેને જણાવ્યું હતુ ંકે 'અમને લાગે છે કે રોબો માણસોને ધ્યાનમાં રાખીને કે માણસોની પ્રતિકૃતિ તરીકે બનાવવા ન જોઇએ. રોબોના હાવભાવની અભિવ્યકિત માટે બે પ્રકારની ડિઝાઇન્સ શકય છે. શરીર પરની રૂવાંટી અથવા ખીલા કે અન્ય અણિયાળી વસ્તુના રૂપમાં જોગવાઇ શકય છે.

એના દ્વારા જુદી-જુદી લાગણીઓ વ્યકત કરવાનું શકય બનશે.

બન્ને આકારોમાં એકચ્યુએશન યુનિટ્સનું ટેકસ્ચર મોડ્યુલ્સમાં બમ્પ્સ કનેકિટંગ ફલુસિડિક ચેમ્બર્સ વડે સંયોજન કરવામાં આવે છે. બન્ને ડિઝાઇન્સમાં મુખ્ય ગણાતા અવાજ અને સાઇઝના પરિબળોને મહત્તમ પ્રમાણમાં ઘટાડવા બે જુદી-જુદી એકચ્યુએશન કન્ટ્રોલ સિસ્ટમ્સ અજમાવી હતી. આકાર બદલતી ટેકનોલોજીઝમાં મોટા ભાગની પમ્પ્સને કારણે ખૂબ લાઉડ હોય છે. એને કારણે રોબો ભરાવદાર પણ બને છે. ટેક્ષ્ચર બદલતી સ્કિનને કારણે લાગણીઓ અને દૃશ્યાત્મક સંયોજન શકય બને છે. એને કારણે સામાજિક સંવાદ માટે રોબોના અભિવ્યકિતના વ્યાપમાં નોંધપાત્ર વૃદ્ધિ શકય બને છે. 

(11:32 am IST)