દેશ-વિદેશ
News of Saturday, 19th June 2021

ચીને માત્ર 28 કલાકમાં દસ માળની બિલ્ડીંગ ઉભી કરી દીધી હોવાની માહિતી

નવી દિલ્હી: નવા નવા કારનામાઓ કરવા માટે જાણીતા ચીનના ચાંગ્સામાં માત્ર 28 કલાક અને 45 મીનીટમાં એક દસ માળની રહેણાંક ઈમારતનું નિર્માણ કરી દેવામાં આવ્યું હતું. બ્રોડ ગ્રુપ નામનાં બીલ્ડર જુથ દ્વારા પાંચ મીનીટનો વિડીયો અપલોડ કરીને કેવી રીતે 28 કલાકમાં બીલ્ડીંગ તૈયાર કરાયું તે દર્શાવવામાં આવ્યું છે. ઈમારત ભૂકંપ પ્રતિરોધક છે. એટલુ નહિં બીજા સ્થળે ખસેડવી હોય તો છુટી પાડીને અન્યત્ર ઉભુ કરી શકાય તેમ છે. પ્રિ-ફેબ્રીકેટેડ ક્ધસ્ટ્રકશન સીસ્ટમનાં આધારે, બીલ્ડીંગ તૈયાર કરવામાં આવેલ છે. કંપની દ્વારા વિરાટ ક્ધટેનર જોવા બિલ્ડીંગ મોડયુલ અગાઉ ફેકટરીમાં તૈયાર કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ ટ્રક-ટ્રાન્સપોર્ટ વાહન મારફત નિર્માણ સ્થળે મોકલી દેવાયા હતા. કલાકોમાં બીલ્ડીંગ નિર્માતા માટે આગોતરૂ આયોજન કરવુ પડતુ હોય છે.

(11:20 pm IST)