દેશ-વિદેશ
News of Wednesday, 19th June 2019

અમેરિકાના પેંસિલવેનિયામાં જપ્ત કરવામાં આવ્યુ રૂ. ૭૦૦૦ કરોડનું ૧૬ ટન કોકીન, અમેરિકાના ઇતિહાસમાં જપ્ત થયેલ માદક પદાર્થોની સૌથી મોટી ખેપ

અમેરિકી રાજય પેંસિલવેનિયાના ફિલાડેલ્ફિયામાં અધિકારીઓએ મંગળવારના એક જહાજથી લગભગ ૧૬ ટન કોકીન જપ્ત કર્યુ છે. અને આની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમંા લગભગ  ૧ અબજ ડોલર ( રૂ. ૭૦૦૦ કરોડ)  આંકવામાં આવી છે. ઇસ્ટર્ન ડિસ્ટ્રીક ઓફ ફિલાડેલ્ફિયામાં વકીલ વિલિયમ મેકસ્વૈન એ ટવિટ કર્યુ આ અમેરિકાના ઇતિહાસમાં જપ્ત થયેલ માદક પદાર્થોની સૌથી મોટી ખેપ છે.

 

(11:35 pm IST)