દેશ-વિદેશ
News of Wednesday, 19th June 2019

ન્યુઝિલેન્ડમાં મસ્જિદ પર હુમલાનો

વીડિયો શેર કરનારાને ર૧ મહિનાની જેલ

 કાઈસ્ટર્ચ, તા. ૧૯: ન્યુઝિલેન્ડના કાઈસ્ટર્ચની મસ્જિદ પર થયેલા હુમલા અંગેનો લાઈવ વીડિયો શેર કરનારા એક શખસને ૨૧ મહિનાની જેલની સજા કોર્ટે સંભળાવી છે.  આ હુમલા અંગે ૪૪ વર્ષના વેપારી ફિલીપ આર્પ્સે લાઈવ વીડિયો શેર કરી તેની કલિપ ૩૦ લોકોને મોકલાવી હતી. જેમા તેનો એક મિત્ર પણ સામેલ હતો. તેમા તેણે આ વીડિયોને એડિટ કરી તેમા મારનારા લોકોની સંખ્યા દર્શાવવા જણાવ્યુ  હતુ.  આ  અઁગે કાઈસ્ટર્ચની એક જિલ્લા અદાલતમા કેસ ચાલી જતા જજ સ્ટીફન  ઓડ્રિસ્કોલે જણાવ્યુ હતુ કે ફિલ આર્પસે જે કરતૂત કયુ છે તેના પરથી  જાણવા મળે  છે કે તે મુસ્લિમ સમુદાયથી નફરત કરે છે આ હુમલામા ૫૧ લોકોના મોત થયા હતા તેથી આ અંગેનો કેસ ચાલી જતા અદાલતે આ શખસને ૨૧ માસની જેલની સજા ફરમાવી છે.

(3:35 pm IST)