દેશ-વિદેશ
News of Tuesday, 19th June 2018

ઘરમાં માખીઓ બણબણે છે? તો આટલુ કરો

ઉનાળામાં માખી-મચ્છરોનું ઘરમાં આવવુ એ એક સામાન્ય સમસ્યા છે. આ માખીઓ ઘરમાં આવવાની સાથે કેટલીય બીમારીઓ સાથે લઈ આવે છે. ખાસ કરીને તે તમારા ભોજન ઉપર બેસે છે અને તેને ગંદુ કરે છે. તે ભોજનને ખાવાથી તમારી બીમાર થવાની સંભાવના વધી જાય છે. તો જરૂરી છે કે તમે આ માખીઓને ઘરથી દૂર રાખો.

 માખીઓને ભગાડવા માટે કપૂર સળગાવીને તેને આખા ઘરમાં ફેરવી દો. કપૂરની સુગંધ એટલી સ્ટ્રોંગ હોય છે કે માખીઓ ઘરમાંથી નીકડી જાય છે.

 તુલશીનો છોડ પણ માખીઓને ઘરથી દૂર રાખે છે. તેથી તમારા ઘરમાં તુલશીનો છોડ અવશ્ય લાગાવો. આ ઉપરાંત તમે લવન્ડર અને ગલગોટા જેવા છોડ પણ લગાવી શકો છો.

 એક વાટકામાં વિનેગાર લો. હવે તેમાં ડીટર્જન્ટ મિકસ કરો. જેથી માખીઓ તે તરફ આકર્ષીત થશે અને તેમાં ડૂબી જશે.

 તજ દ્વારા પણ તમે માખીઓને ઘરથી દૂર રાખી શકો છો. માખીઓને તેની સુગંધ પસંદ હોતી નથી. આ જ કારણ છે કે માખીઓ ઘરમાંથી દૂર જતી રહે છે.

(9:42 am IST)