News of Tuesday, 19th May 2020
દુબઇમાં પણ ડ્રાઇવ-ઇન સિનેમા શરૂ
કોરોનાને કારણે હવે લોકોની જીવનશૈલીમાં ધરખમ પરિવર્તન આણવું પડશે એવું કહેવાય છે. બંધ થિયેટરો હજી કંઇ ખૂલે એવી સંભાવનાઓ નથી ત્યારે દુબઇના એમિરેટ્સ મોલની બહાર પાર્કિંગ એરિયામાં ડ્રાઇવ-ઇન સિનેમા શરૂ કરવામાં આવ્યું હતું જ્યાં લોકોએ પોતપોતાની કારમાં બેસીને બહારની સ્ક્રીન પરનું મૂવી જોયું હતું.
(4:05 pm IST)