દેશ-વિદેશ
News of Sunday, 19th May 2019

ઇઝરાયલે પવિત્ર રમઝાનના પ્રથમ દસ દિવસમાં ૧૦૦ પેલેસ્ટીનીઓની ધરપકડ કરીઃ અધિકાર જૂથ

જેરૂસલેમઃ ઇઝરાયલી વ્યવસાય દળોએ  પવિત્ર રમઝાનના પ્રથમ ૧૦ દિવસમાં ૧૮ બાળકો અને ચાર મહિલાઓ સહિત ૧૦૦ પેલેસ્ટીનીઓની ધરપકડ કરી હોવાનું પેલેસ્ટીન માનવાધિકાર સંસ્થાએ તેના  દસ્તાવેજમાં નોંધ્યું છે.  પેલેસ્ટીન પ્રિઝનર્સ સેન્ટર ફોર સ્ટડીઝે ગતરોજ એક નિવેદનમાં જણાવ્યું હતુ કે ઇઝરાયેલી સેૈન્ય દળોએ કબજાવાળા વેસ્ટબેંક અને પૂર્વીય જેરૂસલેમમા પેલેસ્ટીની વિસ્તારમાં હુમલો કર્યો અને પેલેસ્ટીનીઓના ઘરો પર દરોડા પાડી ડઝનબંધ નાગરિકોની ધરપકડ કરી હતી.

સેન્ટરે જણાવ્યું હતુ કે ધરપકડ કરાયેલ ૧૮ સગીરોમાં નવ વર્ષીય કિશોર મુસા રમઝાનનો સમાવેશ થાય છે. મુસાની હેબ્રોન સ્ટ્રીટ પર લશ્કરી ચેક પોઇન્ટ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી.  પવિત્ર રમઝાન દરમ્યાન ઘેરાયેલા  ગાઝાપટ્ટામાંથી ફરજ પરના ૩ માછીમારો સહીત પાંચ પેલેસ્ટીનીઓની ધરપકડ કરવામાં આવી હતી.

ઇઝરાયલે ૭૦૦ બિમાર કેદી, ૪૮ મહિલા, ૧૮ વર્ષથી ઓછી ઉંમરના  ર૩૦ બાળકો અને આરોપ અથવા ટ્રાયલ વિના લગભગ પ૦૦ વહીવટી ધરપકડ સહિત આશરે પ૭૦૦ પેલેસ્ટીનીઓની ધરપકડ કરી છે.

(12:34 pm IST)