દેશ-વિદેશ
News of Saturday, 19th May 2018

આવી રીતે મેળવો યુરિક એસિડની સમસ્યાઓથી આરામ

આજકાલ શરીરમાં યુરિક એસિડ વધી જવુ એ એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યાની શરૂઆત ગોઠણ, એડી અને આંગળીઓમાં દર્દ થવાના કારણે થાય છે અને દર્દીને સવારે થાક મહેસૂસ થાય છે. જો સમય રહેતા તેનો ઈલાજ ન કરવામાં આવે તો બીમારી ગંભીર રૂપ પણ લઈ શકે છે. જેના કારણે વા, પગ દર્દ અને કિડનીમાં પથરી થવાની સંભાવના રહે છે. તેને નિયંત્રણમાં રાખવુ ખૂબ જ જરૂરી છે.

દારૂ : દારૂ આપણા શરીરને ડિહાઈડ્રેટ કરી દે છે. જેથી જે લોકોને યુરિક એસિડ વધતુ હોય તેને દારૂથી દૂર રહેવુ જોઈએ.

બટર : ખાવામાં બટરનો પ્રયોગ ઓછો કરવો. તે શરીરમાં યુરિક એસિડને વધારે છે.

ફાસ્ટ-ફૂડ : અગર યુરિક એસિડની સમસ્યા હોય તો બહારની વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. જેનાથી શરીરમાં યુનિક એસિડનું સ્તર વધે છે.

માંસાહાર : વાના દર્દીઓએ માછલી અને માંસ ન ખાવુ જોઈએ. તેમાં વધારે માત્રામાં પ્યુરિન હોય છે. જે શરીરમાં યુરિક એસિડને વધારે છે.

(9:42 am IST)