દેશ-વિદેશ
News of Monday, 19th April 2021

અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતમાં સરકારી બળોના અભિયાનમાં નવ આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા

નવી દિલ્હી:અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતમાં સરકારી બળોના એક અભિયાનમાં નવ આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે. તેમજ ત્રણ ઈજાગ્રસ્ત હોવાનું માલુમ પડી રહ્યું છે. સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તાલિબાનની જગ્યા પર રવિવારના રોજ શરૂ કરવામાં આવેલ અભિયાનોમાં મોટી સંખ્યામાં હથિયાર જપ્ત કરવામાં આવ્યા હતા. સુરક્ષાબળોએ વિસ્તારમાંથી એંટી વેહિકલ અને એંટી પર્સનલ માઈટ્સની શોધ કરી હતી અને તેને નષ્ટ પણ  કરી દીધા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:52 pm IST)