દેશ-વિદેશ
News of Monday, 19th April 2021

ભારતથી આવતી ફ્લાઇટને બે અઠિયાવડીયા સુધી હોંગકોંગે બંધ રાખી દીધી

નવી દિલ્હી: ભારતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના કેસમાં હવે હોંગકોંગે તા.20 એપ્રીલથી બે અઠવાડીયા સુધી ભારતમાંથી આવતી તમામ ફલાઈટ પર પ્રતિબંધ મુકી દીધો છે. હોંગકોંગે આ પ્રકારનો પ્રતિબંધ પ્રથમ વખત મૂકયો છે. હોંગકોંગે ભારતને અત્યંત જોખમી રાષ્ટ્રની શ્રેણીમાં મુકયુ છે. હોંગકોંગમાં રવિવારે 30 નવા કેસ નોંધાયા હતા. જેમાં 29 બહારથી આવેલા કેસ હતા અને માર્ચ 15 બાદના સૌથી વધુ કેસ છે. હોંગકોંગમાં અત્યાર સુધી 11600 કોરોના કેસ અને 209 મૃત્યુ નોંધાયા છે.
હોંગકોંગમાં વેકસીનેશન પર જોર મુકાયો છે અને અત્યાર સુધીમાં ઉપલબ્ધ લોકોને વેકસીન અપાઈ ચૂકી છે.

(5:46 pm IST)