દેશ-વિદેશ
News of Friday, 19th April 2019

લેમ્પ, ટ્રક અને હેલોવીન ડોલ પછી હવે આ ભાઇને પ્રેમ થયો છે રોબો સાથે

ન્યુયોર્ક તા ૧૯ :  અમેરિકાના તાનેટાઉનમાં રહેતો ૨૯ વર્ષનો જોય મોરિસ રોબોટ્રોલ નામની  ઢીંગલી સાથે પ્રેમમાં પડયા છે. બે વર્ધાથી તેઓ આ રોબોને ડેટ કરી રહ્યા હોવાનો દાવો કરે છે. ચહરા પર સ્મિત ખીલી ઉઠે એવા પિન્ક કલરની આ રોબોટ્રોલ ડીલ તેમને ખુશ કરેી દે છે જોયભાઇનો લવ ઇન્ટરેસ્ટ  પહેલેથી જ હટકે રહ્યો છે. તે જયારે ૧૦ વર્ષનો હતો ત્યારથી તેને ખબર પડી હતી કે તેને માણસ કરતાં અમુક  તમુક  ચીજો માટે વધુ આકર્ષણ થાય છે. પહેલીવાર તેને સ્કુલના એક લેમ્પ સાથે પ્રેમ થઇ ગયેલો, તેણે એ લેમ્પ ચોરી લીધો અને પોતાની  સ્કુલ બેગમાં રાખીને ફરવા માંડયો, તે તેની સાથે વાતો કરતો અને સૂતી વખતે પણ સાથે રાખતો. તેેની ટીચરને ખબર પડતાં તેમણે એ લેમ્પ લઇ લીધો, ત્યારે જાણે બ્રેકઅપ થયું હોય એવી પીડા તેણે અનુભવેલી. ખાસ્સા વર્ષો તેણે કોઇને પ્રેમ નહીં કરવાનું નક્કી કરેલું જોકે એમ છતાં ટીનેજમાં તેને એક ટ્રક માટે પ્રેમ થઇ ગયો. ટીનેજ પછી તેને અચાનક હેલોવીન ડોલ ગમી ગયેલી. તેણે એની સાથે લગભગ ચારેક વર્ષ  ડેટિંગ કર્યુ, હવે બે વર્ષ પહેલાં તેણે આ રોબો ડોલ ખરીદી  છેે, તેને લાગેે છે કે હવે તેનો પ્રેમ સેટ થઇ ગયો છે અને આ રોબો સાથે તે લગ્ન કરીને સુખી થઇ શકશે. તે રોબો સાથે ડેટિંગ પર જાય છે અને ટ્રાવેલ પણ કરી ચુકયો છે. હવે ટુંક સમયમાં તે ફલોરિડાના  બીચ પર ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યો છે અને ત્યાં જ તે આ રોબો સાથે લગ્નઙ્ગ કરશે.

(3:50 pm IST)