દેશ-વિદેશ
News of Friday, 19th April 2019

કારને રપ૦ ફુટ હવામાં કુદાવીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ચીનના લિ કિલાન્ગ નામના ૪૦ વર્ષના સ્ટન્ટબાજે થોડા દિવસ પહેલાં યેન્ગ નદી પર કારને કુદાવવાનો સ્ટન્ટ કર્યો હતો જે ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો હતો. સ્ટન્ટ ભજવવા માટે લિ કિલોન્ગે લગભગ પોણો કિલોમીટર લાંબુ લાકડાનું પ્લેટફોર્મ બનાવ્યું હતું. અસ્થાયી અને એકદમ સાંકડા પ્લેટફોર્મ પર તેણે ફુલ સ્પીડમાં કાર ચલાવીને હવામાં છલાંગ મારી હતી. કાર રપ૦ ફુટ દૂર સુધી હવામાં રહી હતી અને એ પછી નીચે રાખેલા ફુલાવેલા પ્લેટફોર્મ પર સલામતીપૂર્વક લેન્ડ થઇ હતી. આ પહેલાં હવામાં કાર કુદાવવાનો રેકોર્ડ ૧૬પ ફુટનો હતો જે ચીનના જ ડ્રાઇવર કી શાઓલિંગના નામે હતો.

(12:25 pm IST)