દેશ-વિદેશ
News of Friday, 19th April 2019

સાડી, ભારતીય મહિલાઓની ઓળખ

સાડી એક એવો પરિધાન છે જે દેરક ઉંમર તેજમ કદ અને કાઠીની મહિલા પર શોભે છે. કેટલાયે પરિધાન આવ્યાં અને ગયાં પરંતુ, સાડી એક એવો પરિધાન છે જે અત્યાર સુધી સચવાયેલ છે. ભારતીય સંસ્કૃતિમાં સાદગી અને સુંદરતાની પ્રતિક સાડીઓ આજે પણ ફેશન સ્ટેટમેંટ બનેલી છે જેને હોટ અને ગ્લેમરસ લુક મેળવવા માટે પહેરવામાં આવે છે.

તમે પણ જો હોટ અને ગ્લેમરસ દેખાવા માંગતા હોય તો તમારે પણ સાડી પહેરવી જોઈએ. આપણા દેરની અંદર અલગ-અલગ અવસરો પર અલગ-અલગ પ્રકારની સાડીઓ પહેરવામાં આવે છે તો આવો જાણીએ કે સાડીઆવું કલેકશન કેવું હોવું જોઈએ.

ઓફીસમાં કોટનની સાડી :

કોટનની સાડી સદાબહાર સાડીઓની શ્રેણીમાં આવે છે. આ ઓફીસમાં પહેરી શકાય તેવો પરિધાન છે. આ પરિધાન એક એલિગેટ લુક આપે છે. કોટનની સાડી પહેરવી હોય તો તેની શરત તે છે કે તમને આ સાડી પહેરવાની રીત આવડવી જોઈએ કેમકે જો કોટનની સાડી પહેરવાની રીત નહિં આવડતી હોય તો તે તમને  શરીરને પાતળામાંથી જાડાનો લુક આપી શકે છે.

સિલ્ક આપે છે રિચ લુક :

સિલ્કની સાડી રિચ આપવામાં સૌથી સારી હોય છે. આ સાડીને તમે ઓફીસમાં અને કોઈના પ્રસંગે પણ  પહેરી શકો છો ઓફીસ માટે માત્ર બોર્ડરવાળી સિલ્કની સાડી પસંદ કરો અને પાર્ટી તેમજ કોઈના પ્રસંગ માટે એમ્રોડરીવાળી સિલ્કની સાડી ખરીદો.

લગ્ર-વિવાહ માટે બનારસી સાડી :

લગ્ર-વિવાહ જેવા શુભ પ્રસંગે ડાર્ક રંગની સાડીઓ ખુબ જ સુંદર લાગે છે તેથી આવા પ્રસંગે બનારસી અને કાંજીવરમની સાડીઓ સૌથી વધારે સારી દેખાય છે.

જો તમે પાતળા હોય તો :

જો તમે પાતળા હોય તો તમારા  પર મોટા મોટા ફુલવાળી સાડી ખુબ જ સારી લાગશે. આનાથી તમારૂ શરીર ભરેલુ લાગશે અને સાડીની અંદર તમારૂ આકષર્ક વ્યકિતત્વ દુખાશે. સિલ્કની સાડીઓ પણ તમારા આકર્ષક વ્યકિતત્વ માટે ખુબ જ જરૂરી છે.

જો તમે જાડા હોય તો :

જોડાપણું દરેક મહિલાઓ માટે એક સામાન્ય સમસ્યા છે છતાં પણ ઘણી મહિલાઓ આનાથી હેરાન હોય છે. જાડા લોકોએ કપડાં સિલેકશન પર વધારે ધ્યાન આપવું જોઈએ. જો તમે વધારે જાડા હોય અને તમારૂ વજન વધારે હોય તો તમારે નાની પ્રિંટવાળી ડિઝાઈનની પસંદગી કરવી જોઈએ.

(9:48 am IST)