દેશ-વિદેશ
News of Tuesday, 19th March 2019

ફેશન માટે ભાઇએ કાનની વચ્ચે કાણું પડાવી દીધું

લંડન તા.૧૯: સ્વીડનના એક બોડી મોડિફિકેશન પ્રેકિટશનર ચાઇ મેઇબર્ટે ગયા અઠવાડિયે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક તસ્વીર પોસ્ટ કરી હતી. જયારે કસ્ટમર આવુંં કામ કરાવવા તેની પાસે આવ્યો ત્યારે ચાઇને પણ નવાઇ લાગેલી. ચાઇએ પોતાના એ કસ્ટમરનું નામ નથી આપ્યું, પરંતુ તે ઓસ્ટ્રેલિયન મૂળનો હતો અને બીજા બધા જ કરતાં હટકે અને યુનિક લુક માટે કાનની વચ્ચેનો ભાગ કપાવવા આવ્યો હતો. ચાઇએ કાનની વચ્ચેનો ભાગ સર્જિકલી દૂર કરી પણ આપ્યો. ચાઇભાઇ કહે છે કે આવું કરવાથી માણસ બહેરો નથી થઇ જતો, પરંતુ કાનના અંદરના ભાગને પ્રોટેકટ કરે એવું આવરણ હટી  જતું હોવાથી અવાજ કઇ દિશામાંથી આવી રહ્યો છે એનો અંદાજ આવવામાં મુશ્કેલી પડી શકે છે. જો કે સર્જરીનાં ત્રણ-ચાર વીક બાદ મગજ એ માટે ટ્રેઇન થઇ જાય છે. સ્વીડનના સ્ટોકહોમમાં પોતાનો બોડી મોડિફિેકેશન સ્ટુડિયો ચલાવતા ચાઇએ જયારથી પોતાના ફેસબુક અકાઉન્ટ પર આ તસ્વીરો શેર કરી છે ત્યારેથી હજારોની સંખ્યામાં લોકોએ એને લાઇક કરી છે અને આવું કરવાના ગેરફાયદા-ફાયદા વિશેની પૂછપરછ વધી ગઇ છે.

(3:45 pm IST)