દેશ-વિદેશ
News of Wednesday, 19th February 2020

બ્રાજીલ પોલીસદ્વારા મોટાપાયે ચાઈલ્ડ પોર્નોગ્રાફી વિરોધમાં ચલાવવામાં આવેલ અભિયાન માં 43 લોકોની ધરપકડ કરવામાં આવી

નવી દિલ્હી: બ્રાજીલ પોલીસે મોટા સ્તર પર ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વિરોધમાં ચલાવેલ અભિયાન હેઠળ 43 લોકોની ધરપકડ કરી છે. ચાઈલ્ડ પોર્નોગ્રાફી વિરુદ્ધ અભિયાન બ્રાજીલ સાથે ચાર અન્ય  દેશમાં પણ ચાલી રહ્યું છે.બ્રાજીલ પ્રશાસને આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઓપરેશન હેઠળ ચરણમાં 112  લોકો વિરુદ્ધ  વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.

  સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  સાઉ પાઉલોમાં સૌથી વધારે 19 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બ્રાજિલનો સૌથી વધારે વસ્તીવાળું રાજ્ય હોવાનું માલુમ પડી રહ્યું છે પછી સાંટા કટારીનાંમાં  9 અને પરાનામાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

(6:38 pm IST)