દેશ-વિદેશ
News of Tuesday, 18th February 2020

જરા કહેશો, આ બેમાંથી માં કોણ અને દીકરી કોણ?

કેલિફોર્નિયામાં રહેતી આ મા-દીકરીની જોડીમાં ઘણી વખત લોકો થાપ ખાઈ જાય છે, યુવાન દેખાતી ૪૩ વર્ષની જોલિન ડિયાઝનું કહેવું છે કે ઘણી વખત લોકો મને ૧૯ વર્ષની મારી દીકરીની બહેન માની લે છે

ન્યુયોર્ક, તા.૧૮: કેલિફોર્નિયામાં રહેતી આ મા-દીકરીની જોડીમાં ઘણી વખત લોકો થાપ ખાઈ જાય છે. યુવાન દેખાતી ૪૩ વર્ષની જોલિન ડિયાઝનું કહેવું છે કે ઘણી વખત લોકો મને ૧૯ વર્ષની મારી દીકરીની બહેન માની લે છે. જોલિનની દીકરી મેલાની પાકર્સ પણ હવે આ સરખામણીથી ટેવાઈ ગઈ છે. બન્ને મા-દીકરી વચ્ચેનો સ્નેહ અતૂટ હોવા છતાં મમ્મી જોલિને તેમના સંબંધમાં મર્યાદાની એક રેખા ખેંચી રાખી છે. તેઓ બન્ને કયારેય કોઈ પાર્ટીમાં એકસાથે નથી જતાં અને ભવિષ્યમાં પણ નહીં જવાની તકેદારી રાખવા માગે છે.

વ્યવસાયે શિક્ષિકા જોલિન કહે છે કે 'નાની વયે માતૃત્વ મેળવ્યું હોવાથી તેમ જ ત્વચાની વિશેષ કાળજી રાખવાને કારણ મારા ચહેરા પર ઉંમરનો ભાર જણાતો નથી. હું યુવાનવયથી જ સ્કિન કેર પ્રોડકટ્સનો ઉપયોગ કરતી આવી છું. કોઈ પણ મોસમ હોય, હું સનસ્ક્રીન લગાવ્યા વિના ઘરની બહાર પગ મૂકતી નથી. સૌથી મહત્વનું એ કે હું ભાગ્યે જ શરાબ પીઉં છું અને ખૂબબધો આરામ કરે છું તથા સંતુલિત આહાર લઉં છું.'

(11:53 am IST)