દેશ-વિદેશ
News of Tuesday, 19th February 2019

સીરિયાના ઈદલિબમાં બોંબ ધમાકાથી 24ના મોત

નવી દિલ્હી: સીરિયામાં જિહાદીઓના કબ્જાવાળા વિસ્તારમાં ઈદલિબમાં આજરોજ બે વાર થયેલ બોંબ વિસ્ફોટમાં ચાર બાળકો સહીત   24 લોકો મોતને ભેટ્યા હોવાની માહિતી મળી રહી છે. યુદ્ધ નિગરાની સંગઠન દ્વારા  આ વાતની માહિતી મળી રહી હોવાનું જાણવામાં આવી રહ્યું છે  સિરિયન ઓબ્જર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સે જણાવ્યું છે કે ઈદલીબ વિસ્તારના મુખ્ય શહેરમાં એક કારમાં બોંબ લગાવીને  આ હુમલો કર્યો હોવાની ઘટના માલુમ પડી રહી છે.

(5:48 pm IST)