દેશ-વિદેશ
News of Tuesday, 19th February 2019

રહદી દીવાલ બાંધવા મામલે ૧૬ અમેરિકી રાજ્યોએ ટ્રમ્પ સામે અદાલતી દાવો માંડયો

સેન ફ્રાન્સિસ્કો તા. ૧૯ : મેકિસકો સાથે દક્ષિણ ભાગની સરહદ પર એક દીવાલ બાંધવા માટે ભંડોળ એકત્ર કરવા રાષ્ટ્રીય ઈમરજન્સી ઘોષિત કરવાના અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ સોમવારે લીધેલા નિર્ણય સામે અમેરિકામાં જોરદાર વિરોધ ઊભો થયો છે. દેશના ૧૬ રાજયોએ કેલિફોર્નિયાની એક ફેડરલ કોર્ટમાં વહીવટીતંત્ર સામે દાવો માંડ્યો છે.

ટ્રમ્પે ગયા શુક્રવારે ઈમરજન્સીની ઘોષણા કરી હતી. તે અનુસાર એમને સત્ત્।ા મળી છે કે તેઓ પેન્ટેગોનના લશ્કરી બાંધકામના બજેટ તથા અન્ય સ્રેત માટેનાં ભંડોળ પોતાના પાસે ડાઈવર્ટ કરી શકશે.

ટ્રમ્પ સરકાર વિરુદ્ઘ ફરિયાદ કરનાર રાજયોની દલીલ છે કે ટ્રમ્પ સરકારે આ રીતે ઈમરજન્સી ઘોષિત કરીને બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. રાજયોએ એવી પણ દલીલ કરી છે કે બંધારણ અનુસાર આ જાહેર ભંડોળના ઉપયોગ વિશેનો નિર્ણય લેવાની આખરી સત્ત્।ા કોંગ્રેસ (સંસદ) છે.

ટ્રમ્પ સરકાર સામે અદાલતમાં દાવો કરનાર રાજયોમાં કેલિફોર્નિયા, કોલોરાડો, કનેકિટકટ, ડેલાવેર, હવાઈ, ઈલીનોઈ, મેઈન, મેરીલેન્ડ, મિશિગન, મિનેસોટા, નેવાડા, ન્યૂજર્સી, ન્યૂમેકિસકો, ન્યૂયોર્ક, ઓરેગોન અને વર્જિનિયાનો સમાવેશ થાય છે.

આ રાજયોએ ફરિયાદ કરી છે કે મેકિસકો સરહદ પર દીવાલ બાંધવા માટે જાહેર ભંડોળનો ઉપયોગ કરતાં ટ્રમ્પ વહીવટીતંત્રને રોકવામાં આવે. રાજયોએ દલીલ કરી છે કે પ્રમુખ ટ્રમ્પે પોતાની મરજી મુજબનો નિર્ણય લીને દેશને બંધારણીય કટોકટી તરફ ધકેલી દીધો છે. સરહદ પર દીવાલ બાંધવા માટે ભંડોળ મેળવવાના પ્રમુખ ટ્રમ્પના પ્રયાસોને કોંગ્રેસે અનેક વાર અટકાવ્યા છે. (૨૧.૩૦)

 

(3:40 pm IST)