દેશ-વિદેશ
News of Tuesday, 19th February 2019

અઠવાડીયમાં કેટલીવાર શેમ્પુ વાપરશો ?

આજના સમયમાં બધા લોકો વાળમાં શમ્પુ કતા જ હોય છે. તેથી એ જાણવુ ખુબ જ જરૂરી છે. કે શેપ્મુ કરવાથી વાળ ઉપર શું પ્રભાવ પડે છે. વાળ એક પ્રકારનું નેચરલ આઈલ ઉત્સર્જીત કરે છે. જેને સીબમ કહેવામાં આવે છે. શેપ્મુ એક એમ્લસિફાયર છે, જે વાળમાંથી ઓઈલ, ડર્ટ અને અન્ય પ્રકારના નુકશાનકારક પ્રોડકટને દૂર કરે છે.

 જેના વાળ પાતળા છે અથવા જે લોકો વધારે શારિરીક પરિશ્રમ કરે છે, વધારે પરસેવો આવે છે અથવા જે લોકો ગરમીવાળા વાતાવરણમાં રહે છે, તેઓ દરરોજ શેમ્પુ કરી શકે છે. જો સ્કેલ્પ વધારે ઓઈલી હોય, તો દરરોજ શેમ્પુ કરવુ જરૂરી અને ફાયદાકારક હોય છે.

 તેમજ જેના વાળ જાડા અને ડ્રાઈ હોય, તેને વાળમાં ઓછુ શેમ્પુ કરવુ જોઈએ. જો વાળ ધોવા હોય તો તેઓ કન્ડીશનરનો ઉપયોગ કરી શકે છે.

 જો વાળને કોઈ પણ પ્રકારનો સ્ટાઈલીશ લુક આપેલ હોય, તો તે સ્થિતીમાં ઓછુ શેમ્પુ કરવુ જોઈએ. વાળને સ્ટાઈલીશ લુક આપવા માટે કોઈ હીટિક ટુલનો ઉપયોગ કરવો હોય, તો તઓ વાતનું ખાસ ધ્યાન રાખવુ કે વાળ એકદમ સાફ હોય.

તેનાથી વાળની મજબૂતી બની રહેશે. તેમજ વાળ આકર્ષક પણ દેખાશે અને સ્ટાઈલીશ લુકને બનાવી રાખવા માટે વારંવાર ટુલ્શનો ઉપયોગ નહિં કરવો પડે.

 જો વાળને દરરોજ શેમ્પુ કરવાના બદલે એક દિવસના સમયાંતર કરો તો સારૂ રહેશે. અને જો બે દિવસ બાદ કરો તો વધુ સારૂ રહેશે.

(10:00 am IST)