દેશ-વિદેશ
News of Tuesday, 19th January 2021

સોશિયલ મીડિયામાં જોવા મળી શ્વાન અને બિલાડીની અનોખી દોસ્તી

નવી દિલ્હી: શ્વાન અને બિલ્લી સાથે ભાગ્યે દોસ્તી થાય, પણ કેસ્પર નામના હસમુખા ડોગી અને તુંડમિજાજી બિલાડા રોમિયો વચ્ચે જબરી ધનિષ્ઠ મિત્રતા છે. તેમની મિત્રતાએ ઈન્સ્ટાગ્રામ પર ભારે તરખાટ મચાવ્યો છે. વાસ્તવમાં વર્ષનો કેસ્પર અને બે વર્ષનો રોમિયો ન્યુઝીલેન્ડના ક્રિસ્ટચર્ચની 29 વર્ષની રિન્સાએ પાળેલાં પ્રાણીઓ છે. રિન્સા બન્ને ફોટો લઈ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરતી રહેતી હોય છે.

 બન્ને લગભગ હંમેશા સાથે હોય છે. રિન્સાએ તેમના સોફા પર મસ્તી કરતાં, સાથે લોન્ગ વોક પર જતાં ફોટો લીધો છે. રિન્સા બન્નેને રોજના બે કલાક ફરવા લઈ જાય છે. દરમ્યાન બન્નેની મસ્તી જોવા અને માણવા જેવી હોય છે. ડોગી-બિલાડાની જોડીના 38,000થી વધુ ફોલોઅર્સ છે. રિન્સાનું ક્હેવું હતું કે તે હંમેશાથી એક કેટ પાળવા માંગતી હતી, પરંતુ કેસ્પર તેની સાથે શાંતિથી રહેશે કે નહી વિશે તે ચિંતીત હતી.

(5:37 pm IST)