દેશ-વિદેશ
News of Tuesday, 19th January 2021

પાકિસ્તાને ચીનની વેક્સિનને મંજૂરી આપી

નવી દિલ્હી:પાકિસ્તાનની ડ્રગ રેગ્યુલેટીં ઓથોરિટીએ સોમવારના રોજ ચીનની કોરોના વૈકસીન સિનોફાર્મને તાત્કાલિક ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. પહેલા ગયા શુક્રવારના રોજ ઓક્સફર્ડ યુનિવર્સીટીના એસ્ટ્રજેનેકા વૈકસીનને મંજૂરી આપવામાં આવી હતી.રેગ્યુલિટી ઓથોરિટીના પ્રવક્તાએ વાતની જાણકારી આપી હોવાનું માલુમ પડી રહ્યું છે.

    રેગ્યુલિટી ઓથોરિટીના પ્રવક્તાએ વધુમાં માહિતી આપતા જણાવ્યું છે કે ડ્રેપના રજીસ્ટ્રેશન બોર્ડની બેઠકમાં ચીનના નેશનલ ફાર્માસ્યુટિકલ ગ્રુપની વૈકસીનને મંજરી આપવામાં આવી છે તેની સુરક્ષા તેનો પ્રભાવ અને ગુણવતા માટે  રસીની આવનાર ત્રણ મહિના સુધી સમીક્ષા કરવામાં આવશે.

(5:35 pm IST)