દેશ-વિદેશ
News of Tuesday, 19th January 2021

આર્જેન્ટિનામાં 6.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી:આર્જેન્ટિનાના સૈન જુઆન પ્રાંતમાં મંગળવારના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે રિક્ટર પૈમાના પર ભુકંપની તીવ્રતા 6.4ની આંકવામાં આવી છે. અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણના રિપોર્ટમાં વાતની જાણકારી આપવામાં આવી છે.

     વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દેશના પશ્ચિમ-મધ્ય સૈન જુઆન પ્રાંતમાં પોકીટોથી 27 કિલોમીટર દૂર આજ સવારના સમયે ભૂકંપના તેજ ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતું ભૂકંપના કારણોસર હજુ સુધી કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા નથી.

(5:33 pm IST)