News of Monday, 18th November 2019
કાબુલમાં સૈન્ય પરીક્ષણ કેન્દ્રને નિશાન બનાવીને કરવામાં આવેલ વિસ્ફોટમાં ચાર સૈન્યકર્મી ઈજાગ્રસ્ત
નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાનીમાં સોમવારના રોજ એક સૈન્ય પરીક્ષણ કેન્દ્રને નિશાન બનાવીને સિરિયલ વિસ્ફોટ કરવામાં આવતા અફઘાનિસ્તાનના ઓછામાં ઓછા ચાર સૈન્યકર્મીને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. આ બોંબ ધમાકાનુ નિશાન કાબુલના પશ્ચિમી વિસ્તારમાં કાબુલ સૈન્ય પ્રશિક્ષણ કેન્દ્ર હતું।
એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે થોડા દિવસ પહેલા કૌબુલમાં આ આત્મઘાતી કાર બોબ વિસ્ફોટમાં 12 લોકો મોતને ભેટ્યા હતા જેમાં મોટાભાગના બાળકોનો સમાવેશ થઇ રહ્યો છે અને તેના શાળાએ જવાના સમયે વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.
(6:20 pm IST)