દેશ-વિદેશ
News of Monday, 18th November 2019

૩ બાળકોને પુરી પ્રેમી સાથે રંગરેલીયા મનાવવા ગયેલી મહિલાને દોઢ વર્ષની સજા

બ્રિટનમાં એક ૩૨ વર્ષની મહિલા પ્રેમી સાથે હોટલમાં રાત પસાર કરવા માટે પોતાનાં ૩ બાળકોને ઘરના બેડરૂમમાં લોક કરી દીધા હતા

લંડન, તા.૧૮:  બ્રિટનમાં એક ૩૨ વર્ષની મહિલા પ્રેમી સાથે હોટલમાં રાત પસાર કરવા માટે પોતાનાં ૩ બાળકોને ઘરના બેડરૂમમાં લોક કરી દીધા હતા. બેડરૂમમાં એક માત્ર લાઇટનો લેમ્‍પ હતો. જેના તાર અનેક જગ્‍યાએ ખુલ્લા હતા અને પ્‍લગ પણ તુટેલો હતો. તેનાથી આગ લાગવાની અથવા તો કરંટ લાગવાનો પણ ખતરો હતો. હવે મહિલાને ૧૮ મહિનાના કેદ અને ૧૫૦ કલાકની કમ્‍યુનિટી સર્વિસની સજા ફટકારવામાં આવી છે. બ્રિટિશ સમાચાર પત્રો અનુસાર ૧૪ નવેમ્‍બરે પ્રેસ્‍ટન ક્રાઉનન કોર્ટે મહિલાને બાળકોની સંભાળમાં બેદરકારીને દોષીત માનતા ૧૮ મહિના કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત મહિલાને ૧૫૦ કલાકની સામુદાયિક સેવાની પણ સજા ફટકારવામાં આવી છે.

ઘટના ૧૫ સપ્‍ટેમ્‍બર, ૨૦૧૭ની છે, તે દિવસે મહિલાનાં સૌથી મોટા બાળકનો ૭મો જન્‍મ દિવસ હતો. તે દિવસે મહિલાએ પોતાના પ્રેમી સાથે રાત વિતાવવા માટે લંકાશરનાં બર્નલીમાં હોલિડે ઇન એક્‍સપ્રેસ હોટલમાં રૂમ બુક કરાવ્‍યો હતો. મહિલાએ પોતાની બહેનને બાળકોની સંભાળ લેવા માટે બોલાવી પરંતુ તે કોઇ કારણથી આવી શકી નહોતી. ત્‍યાર બાદ મહિલાએ બેડરૂમમાં એક બાલ્‍ટી, ટોઇલેટ પેપર અને સ્‍નેક્‍સનાં દ્યણા પેકેટ મુકીને ત્રણેય બાળકોને લોક કરી દીધા હતા. ત્‍યાર બાદ મહિલા પોતાનાં પ્રેમીને મળવા માટે જતી રહી હતી.

મહિલાનાં પતિ તેનાથી અલગ રહે છે પરંતુ બાકોની બર્થડે માટે મોડી રાત્રે મહિલાના ઘરે પહોંચ્‍યો હતો. જો કે ત્‍યાં તાળુ જોયું અને અંદરથી બાળકોની રડવાનો અવાજ આવી રહ્યો હતો. જેથી તેણે તુરંત જ પોલીસને માહિતી આપી હતી. પોલીસ દરવાજો તોડીને બાળકો સુધી પહોંચી. ૫ વર્ષ વચ્‍ચે પોલીસને જણાવ્‍યું કે, તેની માં એકલા મુકીને જતી રહી હતી. ત્‍યાર બાદ બાળકો સાથે તેનાં પિતા આખી રાત રહ્યા હતા.

બાળકોએ પોલીસને જણાવ્‍યું કે, તેની માં જતા પહેલા કોઇ ફોન પર વાત કરી રહી હતી અને તેને બેબ કહીને બોલાવી રહી હતી. પ્રેમીની સાથે રાત ગુજાર્યા બાદ બીજા દિવસે સવારે મહિલા ઘરે પહોંચી તો પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.

(10:49 am IST)