દેશ-વિદેશ
News of Friday, 18th October 2019

હોલીવુડ એકટરના પુત્રએ ચાકૂ મારી માતાની હત્‍યા કરીઃ પોલીસની ગોળીથી તેનું પણ મોત થયું

     હોલીવુડ એકટર રોન એલી (૮૧) ના પુત્ર કેમરન (૩૦) એ કેલિફોર્નિયામાં આવેલ ઘરમા પોતાની માતાનું ચાકુ મારી હત્‍યા કરી નાખી છે.

     સૂચના મળતા પોલીસ તેના ઘેર પહોચી અને કેમરનથી ભય લાગતા તેને ગોળી મારવામા આવી. જેનાથી તેનુ  મોત થયુ. રોન એ સમયે ઘર પર હતા પણ એમને કોઇ ઇજા ન થઇ.

કેમરન હાર્વડ યુનિવર્સિટીમા સાઇકલોજી ગ્રેજયુએટ છે.

(11:55 pm IST)