દેશ-વિદેશ
News of Friday, 18th October 2019

બોંબ ધમાકાથી હચમચી ઉઠ્યું અફઘાનિસ્તાન: મસ્જિદમાં બે ધમાકાથી 18 લોકોનો ભોગ લેવાયો: 50 ઘાયલ

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં ફરી એકવાર બોંબ ધમાકો થયો હોવાનું જાણવામાં આવી રહ્યું છે શુક્રવારના રોજ નગરહાર પ્રાંતના એક મસ્જિદમાં થયેલ બોંબ ધમકાને કારણે તેમાં 18 માસુમ લોકોનો ભોગ લેવાયો હોવાની માહિતી મળી રહી છે તેમજ આ વિસ્ફોટમાં  50થી વધારે લોકોએ ગંભીર રીતે ઇજા પહોંચી છે.

      આ ધમાકો એવા સમયે કરવામાં આવ્યો હતો જયારે લોકો મસ્જિદમાં નમાઝ પઢી રહ્યા હતા  મસ્જિદમાં મોટી સંખ્યામાં લોકો નમાઝ પઢવા માટે આવ્યા હતા તે દરમ્યાન આ વિસ્ફોટને અંજામ આપવામાં આવ્યું હતું ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તે પૈકી ઘણાની હાલત ગંભીર હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:40 pm IST)