દેશ-વિદેશ
News of Friday, 18th October 2019

લીબિયામાં નૌસેનાના 98 અવૈધ પ્રવાસીઓને બચાવવામાં આવ્યા

નવી દિલ્હી: લીબિયાની નૌસેનાએ દેશના પશ્ચિમી તટથી વિભિન્ન આફ્રિકી દેશો ના 98 અવૈધ પ્રવાસીઓને બચાવી લીધા છે નૌસેનાના સૂચના કાર્યાલયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તટરક્ષક બળના જવાનોએ ગુરુવારના રોજ બધા અવૈધ પ્રવાસીઓને બચાવી લીધા છે. બચાવવામાં આવેલ પ્રવાસીઓમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થઇ રહ્યો છે.

      નૌસેનાએ વધુમાં આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  બચાવવામાં આવેલ બધા પ્રવાસીઓ માનવીય તથા ચિકિત્સક સારવાર માટે રાજધાની ત્રીપોળ સ્થિત એક સ્વાગત કેન્દ્રમાં જતા હોવાનું માલુમ પડી રહ્યું છે નૌસેનાએ જણાવ્યું છે કે આ વર્ષે તેમને અત્યારસુધીમાં 7 હજાર અવૈધ પ્રવાસીઓને બચાવી લીધા છે.

(6:36 pm IST)