દેશ-વિદેશ
News of Friday, 18th October 2019

અફઘાનિસ્તાનમાં સુરક્ષાબળોની કાર્યવાહીમાં 12 આતંકવાદીઓને ઠાર માર મારવામાં આવ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પશ્ચિમી લોંગર પ્રાંતમાં સુરક્ષાબળોના આતંકવાદીઓની ખુફિયા જગ્યા પર મોટો હુમલો કરતા 12 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે. સેનાએ ગુરુવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ગુપ્ત સૂચનાના આધાર પર કાર્યવાહી કરતા સુરક્ષાબળોએ ચર્ખ જિલ્લામાં બુધવારના રોજ 12 આતંકવાદીઓને મોતનેઘાટ  ઉતારી દીધા છે. આતંકવાદી એક ટનલમાં  સુરંગ બનાવીને છુપાયેલ આતંકવાદીઓના હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે. તાલિબાને આ હુમલા પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નહીં આપી હોવાનું માલુમ પડી રહ્યું છે. 

(6:34 pm IST)