દેશ-વિદેશ
News of Thursday, 18th October 2018

OMG! નાઇઝીરીયામાં છોકરીઓને જબરદસ્તી બનાવાય છે પ્રેગ્નન્ટ

ઓછી ઉંમરની છોકરીઓ સાથે જાનવરોથી પણ ખરાબ વર્તન કરવામાં આવે છે

લંડન તા. ૧૮ : દુનિયામાં અનેક એવા કામો કરવામાં આવે છે કે જે ગેરકાનૂની હોય છે. આ ગેરકાનૂની કામ કાયદાકીય નજરથી બચીને કરવામાં આવે છે પરંતુ જેનાં વિશે અમે જણાવવા જઇ રહ્યાં છીએ તે તો અહીંયા ખુલ્લેઆમ કરવામાં આવે છે. જયારે સંપૂર્ણ દુનિયાની નજરમાં તે મોટો ગુનો છે.

આનાંથી વધારે કોઇ જ ખરાબ કામ અન્ય હોઇ જ ના શકે. હકીકતમાં અહીંયા છોકરીઓને જબરદસ્તી મુરઘીઓની જેમ પ્રેગ્નન્ટ કરવામાં આવે છે. આ લોકોની ઘટના સાંભળીને રુંવાડાં ઉભા કરી દેનારી છે. અહીંયા ઓછી ઉંમરની છોકરીઓ સાથે જાનવરોથી પણ ખરાબ વર્તન કરવામાં આવે છે.

આટલું આ ખરાબ કામ થાય છે નાઇઝીરિયામાં. અહીંયા કેટલીક એવી જગ્યા એવી છે કે જયાં આવા ખરાબ કામને ખુલ્લેઆમ અંજામ આપવામાં આવી રહેલ છે. આનાં નિશાના પર હોય છે ઓછી ઉંમરની છોકરીઓ. આ ઘટના વિશે સાંભળતા જ કોઇને પણ શરમ અને ધૃણા આવી જાય.

પરંતુ અહીંયા પોલ્ટ્રી ફોર્મની મુરઘીઓની જેમ ૧૩થી ૧૮ વર્ષની છોકરીઓને જબરદસ્તીથી પ્રેગ્નન્ટ કરીને બાળકો પેદા કરવા માટે મજબૂર કરવામાં આવે છે. આપ વિચારી રહ્યાં હશો કે આની પાછળ મહત્વનું શું કારણ હોઇ શકે?

હકીકતમાં નાઇઝીરિયામાં આ એક ગોરખધંધો બની ચૂકેલ છે. અહીંયા ઓછી ઉંમરની છોકરીઓ દ્વારા પેદા થનારા બાળકોને વેચી દેવામાં આવે છે કે જેનાં બાળકો નથી હોતાં. તમને વધુમાં જણાવી દઇએ કે નાઇઝીરિયામાં આ ખરાબ કૃત્યને 'બેબી ફાર્મિંગ' કહેવામાં આવે છે. આટલું જ નહીં પરંતુ જયારે છોકરીઓ પ્રેગ્નન્ટ થાય છે ત્યારે તે છોકરીઓને બંદૂકોની ધાકમાં રાખવામાં આવે છે. આ ખરાબ કૃત્ય અનાથાલય અને હોસ્પિટલોની દીવાલોમાં કેદ છોકરીઓ સાથે કરવામાં આવે છે.

તમને વધુમાં જણાવી દઇએ કે આવું મોટે ભાગે ગરીબ છોકરીઓ સાથે જ કરવામાં આવે છે. વિશેષમાં તમને જણાવી દઇએ કે નાઇઝીરિયામાં અબોર્શન કરાવવું એ ગેરકાનૂની છે. જેથી આ છોકરીઓ અબોર્શન પણ ના કરાવી શકે. આ જ વાતનો ફાયદો ઉઠાવીને અહીંયા બેબી ફાર્મિંગ કરવામાં આવે છે.(૨૧.૫)

(11:40 am IST)