દેશ-વિદેશ
News of Thursday, 18th October 2018

ઓયલી ત્વચાથી છૂટકારો મેળવવા રાખો આ વાતોનું ધ્યાન

જો કોઈ છોકરીની ત્વચા ઓયલી છે, તો તેને ત્વચા સંબંધી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઓયલી ત્વચાની સમસ્યા શરીરમાં સીબમના વધારે નિર્માણના કારણે થાય છે. આ ઉપરાંત પ્રદૂષિત વાતાવરણમાં રહેલ ધૂળ અને ધુમાડો ઓયલી ત્વચાનું કારણ બને છે. ઓયલી ત્વચા હોવાથી ત્વચા ચીકણી, બેજાન અને ખરાબ દેખાય છે. જેના કારણે ત્વચાના રોમ છીદ્ર બંધ થઈ જાય છે અને ચહેરા પર ખીલની સમસ્યા થવા લાગે છે. તો જાણો ટીપ્સ કે જેના દ્વારા ઓયલી ત્વચાથી છૂટકારો મેળવી શકાય છે.

. જો તમારી ત્વચા ઓયલી છે, તો તેને વારંવાર ધોવાની જગ્યાએ (બ્લોટીંગ પેપર)નો ઉપયોગ કરો. તેનાથી તમારી ત્વચા પર રહેલ વધારાનું ઓયલ સાફ થઈ જશે.

. ઓયલી ત્વચાને સાફ કરવા માટે વારંવાર ઘસવું નહિં. ઘસવાથી ત્વચાને નુકશાન પહોંચી શકે છે અને ત્વચા વધારે ઓયલી થઈ શકે છે.

. ઓયલી ત્વચા વાળી છોકરીઓએ સ્ટીમ લેવાથી બચવુ જોઈએ. કારણ કે સ્ટીમ ફેટી એસિડને દૂર કરે છે. ઓયલી ત્વચાની સમસ્યાને દૂર કરવા માટે મુલ્તાની માટીના ફેશપેકનો ઉપયોગ કરો.

. ઓયલી ત્વચાવાળી મહિલાઓએ મેકઅપનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. તમારા ચહેરા પર મેકઅપ કરતા પહેલા ફાઉન્ડેશન જરૂર લગાવવું. વધારે મેકઅપ કરવાથી ત્વચાના રોમછીદ્ર બંધ થઈ જાય છે. જેનાથી ત્વચા વધારે ઓયલી થઈ જાય છે.

. જો તમારી ત્વચા ઓયલી છે, તો હંમેશા તમારી ત્વચાના પ્રકાર અનુસાર કલીન્ઝરનો ઉપયોગ કરવો. કલીન્ઝર ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખવુ કે તેમાં લીમડો અને ટી ટ્રી ઓયલ હોવુ જોઇએ.

(9:24 am IST)