દેશ-વિદેશ
News of Thursday, 18th October 2018

રસોડામાં રસોઈ કરતા થોડા દાઝી જાવ તો તુરંત..

...તમારા રસોડામાં જ રહેલ વસ્તુઓ દ્વારા દર્દથી મેળવો રાહત

ઘણીવાર ગૃહિણીઓ ઘરમાં કામ કરતી વખતે દાઝી જાય છે. રસોઈ બનાવતી વખતે અથવા કપડા પ્રેસ કરતી વખતે કયારેક દાઝી જવાય છે. ત્યારે શરીરમાં અસહ્ય બળતરા અને પીડાનો અનુભવ થાય છે. પરંતુ, ત્યારે તમે તમારા ઘરમાં જ રહેલ વસ્તુઓ દ્વારા બળતરાથી તુરંત રાહત મેળવી શકો છો.

મધ : મધ બળતરા ઓછુ કરવાનું કામ કરે છે. કારણ કે તેમાં એન્ટી-ઈમ્લેમેટરી, એન્ટી-બેકટેરિયલ અને એન્ટી ફંગલ પ્રોપર્ટીઝ હોય છે. તમે તેને સીધુ દાઝી ગયા હોય તે જગ્યાએ લગાવી શકો છો. જેનાથી બળતરા અને દર્દમાંથી રાહત મળે છે.

બ્લેક ટી :  કાળી ચામાં ટેનિક એસિડ હોય છે. જે દાઝી ગયેલ ત્વચાને ઠીક કરે છે. જેના કારણે તમને બળતરાથી રાહત મળે છે. તેથી તમે બ્લેક ટીનું એક ટી-બેગ ઠંડુ કરી પ્રભાવિત જગ્યાએ રાખો.

એલોવેરા : એલોવેરા ત્વચાને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે. તેના ઉપયોગ માટે એલોવેરા ફ્રેશ જેલને પ્રભાવિત જગ્યાએ લગાવો. તેના ઉપયોગથી બળતરા અને દર્દમાં રાહત મળશે.

માખણ : તમને કોઈ ગરમ વાસણ અડી જાય કે દાઝી જાવ તો તુરંત જ ત્યાં માખણ લગાવો. માખણ ગરમીને શોષી લે છે અને તરત જ બળતરામાંથી રાહત મળે છે.

આ વાતોનું ધ્યાન રાખવુ : જો ત્વચા દાઝી ગઈ છે, તો તડકામાં બહાર ન નીકળવું. કેટલાક લોકો બળતરા દૂર કરવા માટે બરફનો પણ ઉપયોગ કરે છે. પરંતુ, એવુ ન કરવુ જોઈએ. બળતરાને દૂર કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ એ સામાન્ય વાત છે.ઙ્ગપરંતુ, તેનો ઉપયોગ તમારી મુશ્કેલી વધારવાની સાથે ઈન્ફેકશનનું જોખમ પેદા કરી શકે છે.

(9:23 am IST)