દેશ-વિદેશ
News of Thursday, 18th August 2022

ચાલુ ચગડોળે એક કપલ રોમાન્‍સ કરવા લાગ્‍યુ : પોલીસે ધરપકડ કરી

બેશરમ કપલ : બાળકોની સામે ચગડોળ પર બાંધ્‍યો શારીરિક સંબંધ

ન્‍યુયોર્ક,તો ૧૮ : અમેરિકામાં જાહેરમાં અશ્‍લીલ હરકત લોકો માટે નવી નથી, ત્‍યાં આવું બધું થવું સામાન્‍ય છે પરંતુ ભારતમાં આવી ઘટનાની મોટી અસર પડતી હોય છે. અમેરિકાના ઓહિયો સ્‍ટેટના એક એમ્‍યુઝમેન્‍ટ પાર્કમાં ચાલુ ચગડોળે એક કપલ રોમાન્‍સ કરવા લાગ્‍યું હતું એટલું જ નહીં પરંતું રોમાન્‍સ કરતા કરતા કપલ ભાન ભૂલ્‍યું હતું અને તેઓ ચગડોળ પર જ સેક્‍સ માણવા લાગ્‍યાં હતા. કપલને આજુબાજુનું જરા પણ ભાન ન રહ્યું અને તેઓ લગભગ ૧૫ મિનિટ સુધી આવું કરતા રહ્યાં હતા. આ ઘટના બની ત્‍યારે આખુ ચગદોળ ભરેલું હતું અને ફરતુ હતું. કપલની નીચે કેટલાક સગીર બાળકો પણ બેઠા હતા. ચગડોળ પર અશ્‍લીલ કામ કરનાર કપલની પોલીસે ધરપકડ કરી લીધી છે.
ચાર સાક્ષીઓએ પોલીસને જણાવ્‍યું હતું કે તેઓએ એક દંપતીને ફેરિસ વ્‍હીલ પર સંબંધ બાંધતા જોયા હતા. આ ઘટના અમેરિકાના ઓહિયોના સીડર પોઇન્‍ટ એમ્‍યુઝમેન્‍ટ પાર્કની છે. આ સાક્ષીઓમાંથી બે સગીર વયના છે. તે બંને દંપતીની નીચેના ચોગઠામાં હતા.
ઉલ્લેખનીય છે કે આ રાઈડ ૧૪૫ ફૂટની ઉંચાઈ સુધી જાય છે. આ ઘટના ૧૪ ઓગસ્‍ટ, રવિવારની છે. ડબલ્‍યુબીએનએસને મળેલા પોલીસ રિપોર્ટ મુજબ પોલીસ સાર્જન્‍ટ અને સુરક્ષા અધિકારીઓએ ડેવિડ ડેવિસ અને હિથર જહોનસ્‍ટનને પકડી લીધા હતા. આ પછી સેન્‍ડસ્‍કી પોલીસ ડિપાર્ટમેન્‍ટને ત્‍યાં બોલાવવામાં આવ્‍યું હતું.
પોલીસની સામે આ કપલે પહેલા તો પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્‍યા હતા. રિપોર્ટ અનુસાર, ૩૨ વર્ષીય હીથરે પોલીસને જણાવ્‍યું હતું કે તેણે ડ્રેસની અંદર શોર્ટ્‍સ પહેર્યા હતા અને ચગદોળની સવારી વખતે સિગારેટનું પેકેટ પડી ગયું હતું. ૨૪ વર્ષીય ડેવિડ તેમને સિગારેટનું પેકેટ ઊંચકવામાં મદદ કરી રહ્યો હતો. જો કે થોડા સમય બાદ કપલે માની લીધું કે તેઓ સ્‍વિંગમાં સેક્‍સ સંબંધ બાંધી રહ્યાં હતા. તેમના આરોપ બાદ પોલીસ બન્નેની ધરપકડ કરી લીધી હતી.

 

(10:56 am IST)