દેશ-વિદેશ
News of Saturday, 18th August 2018

આ કારણે બાળકો મોઢામાં આંગળી નાખે છે

માં પોતાના બાળકની બધી આદતોને સમજે છે પરંતુ, બાળકોની અમુક આદતોને નજર અંદાજ કરી દે છે. બાળકોને વધારે સંભાળની જરૂર હોય છે. કેટલાય બાળકોને વારંવાર મોઢામાં આંગળી નાખવાની આદત હોય છે. બાળકોની આ આદત કેટલીકવાર હાનિકારક હોઈ શકે છે. કેટલીકવાર માતાને લાગે છે કે તેનુ બાળક સામાન્ય રીતે મોઢામાં આંગળી નાખે છે. પરંતુ, બાળકની આ આદતો તેના શરીરમાં બેકટેરિયા અને કીટાણુને નોતરે છે અને તેને પેટ સાથે સંબંધીત કેટલીય સમસ્યાઓ પણ થઈ શકે છે. બાળકના મોઢામાં આંગળી નાખવાના અનેક કારણો હોઈ શકે છે.

સારી ઉંઘ

કેટલીયવાર બાળકો સારી ઉંઘ માટે આંગળી મોઢામાં નાખે છે. એવુ કરવાથી તેને આરામ મળે છે. સાથે સારી ઉંઘ પણ મળે છે.

ભૂખ લાગવી

બાળકના મોઢામાં આંગળી નાખવા પાછળના આ સંકેત હોય છે કે તેને ભૂખ લાગી છે. કેટલીયવાર બાળકોને ભૂખ લાગવાના કારણે પણ તે મોંમાં આંગળી નાખે છે. તેથી બાળકના હાથને હંમેશા સાફ રાખો. કારણ કે બાળકોની આંગળીમાં બેકટેરિયા અને કીટાણુ હોઈ શકે છે અને હાથ મોઢામાં નાખવાથી બેકટેરિયા અને કીટાણુ તેના શરીરમાં પ્રવેશ કરે છે અને તેના સ્વાસ્થ્યને અસર કરે છે.

દાંત આવવા

જ્યારે બાળકના દાંત આવવાના હોય, ત્યારે પણ તે તેના દર્દને ઓછુ કરવા માટે મોંમાં આંગળી નાખે છે. દાંત આવે ત્યારે પેઢામાં ખંજવાળ આવે છે. જેના કારણે બાળક પોતાના મોંમા આંગળી નાખે છે.

(9:35 am IST)