દેશ-વિદેશ
News of Thursday, 18th July 2019

સિક્કો ગળાઇ ગયો હોવાથી ૧૨ વર્ષ સુધી આ બહેન મૂંગા થઇ ગયેલાં

સીડની તા.૧૧: ઓસ્ટ્રેલિયાના વોલોન્ગોન્ગ શહેરમાં રહેતી મારી મેકક્રેડી નામની મહિલાના જીવનમાં અજીબોગરીબ ટર્નિગપોઇન્ટ્સ આવ્યા છે. તે જસ્ટ ૧૩ વર્ષની હતી ત્યારે અચાનક જ તેની બોલવાની ક્ષમતા જતી રહી. યસ, તે સાવ નોર્મલ હતી અને એક દિવસ અચાનક જ તેનો અવાજ બંધ થઇ ગયો. આ પહેલાં તેને બ્રોન્કાઇટિસ થયો હતો  એટલે ડોકટરે ધારી લીધું કે આ રોગની આડઅસર રૂપે તેનો અવાજ જતો રહ્યો છે. આ સ્થિતિ ૧૨ વર્ષ સુધી રહી. બાર વર્ષ સુધી તે મુંગી રહી. જોકે ૨૫ વર્ષની થઇ ત્યારે ફરી ચમત્કાર થયો. અચાનક તેને બેવડ વળી જવાય એટલી ઉધરસ ચડી. ખાંસીને કારણે તેના લોહીના ગળફા પડવા લાગ્યા. અચાનક જાણે જીવ જતો રહેશે એવી પીડા સાથે તેના ગળામાંથી માંસનો લોચો પણ ખાંસીવાટે નીકળ્યો. જયારે એ લોચાને પાણીથી સાફ કર્યો તો એ સિક્કો નીકળ્યો જેની આસપાસ મ્યુકસ અને લોહીનું જાડું થર જમા થઇ ગયું. નવાઇની વાત છે કે હાલમાં ૪૮ વર્ષના મારીએ પોતાનાંએ બાર વર્ષની પોતાની અવાજહીન અવસ્થામાં વોઇસલેસ હોવું એટલે શું એના પર આખી બુક લખી નાખી છે. અવાજ પાછો મેળવ્યા પછીની તેની ફિલિંગ્સ શું છે  એ પણ પુસ્તકમાં લખી છે.

(11:16 am IST)