દેશ-વિદેશ
News of Wednesday, 18th July 2018

3 મહિનાથી કોમામાં રહેલ આ મહિલા બની ગર્ભવતી

નવી દિલ્હી: ઇંગ્લેન્ડની એક મહિલાનો ગર્ભવતી હોવાનો અજીબ કિસ્સો  સામે આવ્યો છે જેમ્મા હોમ્સની આ ઘટના કોઈ અજુબાથી ઓછી નથી.જેમ્મા એક માર્ગ અકસ્માત પછી કોમામાં ચાલી ગઈ હતી અને ત્રણ મહિના પછી તે અચાનક કોમામાંથી જાગી તો ડોકટરે તેને જણાવ્યું કે તે ગર્ભવતી છે તેના પેટમાં 12 અઠવાડિયાનો ગર્ભ હતો.અને તે જેમને યાદ પણ નહોતું કે આ બાળકના પિતા  કોણ  છે.જયારે તે કોમામાં હતી ત્યારે ડોકટરે તેની માતા પાસેથી બાળકને કઢાવી નાખવાની અનુમતિ માંગી હતી કારણકે તેની હાલત ખુબજ ખરાબ હતી અને જયારે તે કોમામાંથી જાગી ત્યારે તેને કઈ પણ યાદ નહોતું કે તે કોની સાથે રિલેશનશીપમાં હતી અને આ બાળક કોનું છે કારણ કે છેલ્લા ત્રણ મહિનાની બધી ઘટના તે ભૂલી ગઈ હતી.

(5:26 pm IST)