દેશ-વિદેશ
News of Wednesday, 18th July 2018

અમેરિકામાં શીખ વસાહતીઓ સાથે અમાનવીય વ્યવહાર કરાતો હોવાનો ધડાકો

ઓરેગોનની ફેડરેલ જેલમાં ૫૦ ઉપરાંત શીખોની પાઘડી ખેચી અપમાનીત કરાયા : ટ્રમ્પ વહીવટી તંત્રની વિવાદસ્પદ 'ઝિરો ટોલરેન્સ' પોલીસીના આઘાતજનક પરિણામ

યુ.એસ.એ(ઓરેગોન) : અમેરિકામાં વસાહતીઓાના કાયદાકીય રીતે મદદ  કરતી સંસ્થા લીગલ એડવોકેસી ગ્રુપે એક ચોંકાવનારો અહેવાલ જાહેર કર્યો હતો. 

અહેવાલ અનુસાર  ટ્રમ્પ વહીવટી  તંત્રની  વિવાદસ્પદ 'ઝીરો ટોલરેન્સ' પોલીસીને કારણે  પકડાઇ ગયેલા ગેર કાયદે ભારતીયો અને ખાસ તો શીખ વસાહતીઓ સાથે ઓરેગનની  જેલમાં અપરાધીઓ જેવો વ્યવહાર કરવામાં આવે છે. અને તેમની પાઘડીઓ પણ ખેંચી લેવામાં આવી હતી.  ઉલ્લેખનીય  છે કે ટ્રમ્પની પોલીસીને કારણે ૨૦૦૦ બાળકોને તેમના વાલીઓથી અલગ કરી દેવાયા હતા. ચાલુ વર્ષે ૧૯ એપ્રિલ અને ૩૧ મે વચ્ચે તેમને  અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. જો કે આ પોલીસીનો ચારે તરફથી વિરોધ થતા તેને રદ્દ કરવાની ફરજ પડી હતી.  ' તમે જેલમાં જઇને જુઓ તો કંપારી છુટી જશે ' એમ આ ગ્રુપના પ્રોફેસરે નવનીત કીરે કહ્યુ હતુ તેમણે છે્લ્લા અનેક સપ્તાહો દરમિયાન ઓરેગનની જેલમાં પ૨ (બાવન) ભારતીયો કેદીઓ સાથે વાત કરી હતી શેરિડેનની જેલમાં સૌથી વધુ ૧૨૩ ભારતીય કેદીઓ છે.

'હાલમાં તેમની સ્થિતી ખૂબ જ દયનીય છે. મોટા ભાગના  પંજાબી ભાષી અને શીખ છે. રાજ્યાશ્રય માગનારાઓની જ્યારે ધરપકડ કરાઇ હતી ત્યારે તેમને સાંકળથી બાંધવામાં આવ્યા હતા. તેમણે હથકડીઓ બાંધી રાખવામાં આવે છે. અને તે જ રીતે તેઓ ખાવાનુ પણ ખાય છે. રીઢા ગુનેગાર સાથે પણ આવો વ્યવહાર કરી ના શકાય , તેમને ૨૨ કલાક એવા સેલમાં રાખવામાં આવે છે જ્યાં અન્ય કેદીઓને અંગ્રેજી બોલતા પણ આવડતુ નથી.' એમ તેમણે કહેલુ ભારતીયો ખૂબ આઘાતમાં છે. તેમની પાઘડીઓ ખેંચી લેવામાં આવે છે. માથુ ઢાકવા કાપડ પણ અપાતુ નથી. , જો કે સ્થાનિક શીખ સમુદાયે તેમની મદદ કરી કાપડના ટુકડા અપ્યા હતા. કે જેથી તેઓ માથુ ઢાંકી શકે , એમ તેમણે ઉમેર્યુ હતુ. 

(4:00 pm IST)