દેશ-વિદેશ
News of Wednesday, 18th July 2018

સમુદ્રમાં પાણીનું લેવલ વધવાથી ઇન્ટરનેટને થશે અસર?

નવી દિલ્હીઃ તા.૧૮, ઉત્તર ધ્રુવમાં હિમશીલાઓ પીગળી રહી હોવાથી વિશ્વભરમાં સમુદ્રની સપાટી વધી રહી છે. અને એના કારણે ઇન્ટરનેટ સર્વિસ આપતી કંપનીઓની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને  અમેરીકામાં દરીયાકાંઠાના વિસ્તારોમાં ઓપ્ટીકલ ફાઇબરની ઘણી લાઇનો પાણીની નીચે બિછાવવામાં આવી છે. ઇન્ટરનેટ સર્વિસને ચોવીસે કલાક ચાલુ રાખતાં આ ફાઇબર્સને આગામી ૧૫ વર્ષમાં જોરદાર નુકશાન થઇ શકે એમ છે ૨૦૩૩ સુધીમાં અમેરીકાના   દરિયાકાંઠાના વિસ્તારમાં આશરે ૪૦૦૦ માઇલ (આશરે ૬૪૫૦ કિલોમીટર) લાંબા ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કમાં મુશ્કેલી ઊભી થાય તો ન્યુયોક, માયામી અને સીએટલ જેવા શહેરોને સૌથી વધારે અસર થવાની શકયતા છે.

(3:35 pm IST)