દેશ-વિદેશ
News of Wednesday, 18th July 2018

શું તમે મગની દાળના ફાયદા જાણો છો?

મગની દાળ સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ આહાર છે. તે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ સમસ્યાઓ પણ દૂર કરે છે અને સાથે પોષણ પણ આપે છે.

 મગની દાળને ઉત્તમ આહાર ગણાવામાં આવે છે, જે પાચન ક્રિયાને બરાબર રાખે છે અને પેટમાં ઠંડક ઉત્પન્ન કરે છે.

 કબજીયાતની સમસ્યા થતા મગની ફોતરાવાળી દાળ ખાવાથી ફાયદો થાય છે, તેનાથી પેટ સાફ થવામાં મદદ મળે છે.

 મગ દાળમાં વધુ માત્રામાં ફાઈબર, આયરન, કેલ્શિયમ, વિટામીન બી કોમ્પ્લેકસ તથા પ્રોટીન હોય છે, જે શરીરમાં આ પોષક તત્વોની ખામીને પૂરી કરે છે.

 શરીરમાં કોલેસ્ટ્રોલ વધતા મગ દાળ ખાવાથી ફાયદો થાય છે. તે વધારાના કોલેસ્ટ્રોલને શરીરમાંથી દૂર કરવામાં મદદરૂપ થાય છે.

 વજન ઓછો કરવા માટે મગની દાળ ફાયદાકારક છે. તેમાં ૧૦૦થી વધુ કેલરી હોય છે. તથા તેને ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલુ રહે છે.

 

(9:35 am IST)