દેશ-વિદેશ
News of Tuesday, 18th June 2019

મેચ જોતી વેળાએ થયો બ્લાસ્ટ: 30ના મોત: 40ને ઇજા

નવી દિલ્હી: આફ્રિકી દેશ નાઇજીરિયામાં રવિવારના રોજ થયેલ આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 30 લોકો મોતને ભેટ્યા છે તેમજ 40થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું માલુમ પડી રહ્યું છે.કહેવાય રહ્યું છે કે આ હુમલા પાછળ આતંકી સંગઠન બોકો હરામનો હાથ હતો. પરંતુ હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈ  પણ સંગઠનદ્વારા લેવામાં આવી નથી.આ હુમલો ત્યારે થયો હતો જયારે લોકો ટીવી પર ફૂટબોલ મેચ જોવા માટે એકઠા થયા હતા.

(6:14 pm IST)