દેશ-વિદેશ
News of Tuesday, 18th June 2019

ચીનમાં ભૂકંપના કારણે 11ના મોત: 112ને ઇજા

નવી દિલ્હી: ચીનના સિચુઆન પ્રાંતમાં સોમવારના રોજ આવેલ ભૂકંપના ઝાટકાના કારણે 11 લોકો મોતને ભેટ્યા છે તેમજ 122 લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે ભૂકંપના કેન્દ્ર દ્વારા મળેલ માહિતી મુજબ રાત્રીના 10 વાગ્યા ને 55 મિનિટની આસપાસ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા અને તેમની તીવ્રતા 6.0ની આંકવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર 28.43 ડિગ્રી ઉત્તરી અક્ષાંશ અને 104.90 ડિગ્રી પૂર્વી દેશાંશ જમીનની 16 કિલોમીટરની ઊંડાઈમાં હતું.

(6:12 pm IST)