દેશ-વિદેશ
News of Tuesday, 18th June 2019

૧.૪૪ કરોડ રૂપિયામાં વેચાઇ આ હેન્ડબેગવિશ્વમાં બીજા નંબરની મોંધી બેગ બની

લંડન તા. ૧૮: પ્રાણીઓનાં અલભ્ય ચામડાંમાંથી બનતી હેન્ડબેગ લાખો રૂપિયામાં વેચાતી આવી છે. જોકે તાજેતરમાં લંડનમાં ક્રિસ્ટી ઓકશન હાઉસે ક્રોકોડાઇલના ચામડામાંથી બનેલી એક એવી બેગ વેચાણ માટે મૂકી હતી જેની બોલી ખૂબ મોટા આંકડા પર જઇને અટકી હતી. ઓકશન હાઉસે આ બેગની કિંમત ૮૮,૭૯૩ થી લઇને ૧,૧૪,૧૬ર ડોલર વચ્ચે રાખી હતી. હોલીવુડ એકટર અને સિંગર જેન બિર્કિનના નામ પરથી આ બેગનું નામ પડયું હતું. 'ર૦૧પ હિમાલય નિકોટિકસ ક્રોકોડાઇલ બિર્કિન ૩પ', ગયા મંગળવારે થયેલા ઓકશનમાં ૪૧ દેશોએ ભાગ લીધો હતો અને એમાં લગભગ ૧૦૦થી વધુ બિર્કિન્સની આઇટમો વેચાવા નીકળી હતી. ર૦૧૮માં લગભગ બે કરોડ રૂપિયામાં એ વેચાઇ હતી, જયારે આ વખતે એ ૧.૪૪ કરોડ રૂપિયામાં વેચાઇ છે. ૧૦૦ આઇટમો કુલ ૧૩.ર૦ કરોડ રૂપિયામાં વેચાઇ હતી.

(3:30 pm IST)