દેશ-વિદેશ
News of Tuesday, 18th June 2019

આ તે ખરો ડોગ પ્રેમઃ એક બહેને ૧૦૬ ડોગ્સ અને બીજા બહેને ૩૪ પોમરેનિયન પાળ્યા છે

લંડન તા. ૧૮: બ્રિટિશ ચેનલ ફાઇવ પર એક ડોકયુમેન્ટરી રજૂ થઇ હતી જેમાં બે ડોગપ્રેમી મહિલાઓની કહાણી રજૂ કરી છે. લિન્કનશરમાં તમારા લોડ નામની મહિલાએ એક શેલ્ટરમાંથી ડઝનબંધ ડોગીઓને બચાવીને એને પોતાના ઘરમાં આશરો આપ્યો છે. આ ડોગીઓની સંખ્યા ૧૦૬ની થઇ ગઇ છે અને તેના ઘરમાં હવે જયાં જુઓ ત્યાં ડોગીઓ જ ફરતા દેખાય છે. આટલાબધા ડોગીને કારણે તેને ઘર સાફ કરવા માટે હેલ્પર સુધ્ધાં નથી મળતા છતાં તેનો ડોગપ્રેમ ઘટયો નથી. તેણે પોતાના ઘરને જ ઓલ્ટરનેટિવ એનિમલ સેન્કચુઅરી બનાવી દીધી છે.

આવો જ બીજો કિસ્સો છે શોર્પશરનો ઝોઇ લુઇસ નામનાં બહેન પોમરેનિયનપ્રેમી છે. તેમના ઘરમાં ઓલરેડી ૩૪ પોમરેનિયન્સ છે. એમાંથી કેટલીક માદા તો ગર્ભવતી છે એટલે ટૂંક સમયમાં જ ઘરમાં નવા મહેમાનોનું આગમન પણ થશે. આ બન્ને બહેનોની સમસ્યા એ છે કે તેમણે ઉત્સાહમાં આવીને ડોગીઓને પરિવારના સભ્ય તો બનાવી દીધા છે, પણ તેમના ઉછેર માટે પૂરતું ફન્ડ ઉભું કરી શકાતું નથી.

(3:29 pm IST)