દેશ-વિદેશ
News of Tuesday, 18th June 2019

શું તમારી આંખમાં પાણી નિકળે છે, તો અપનાઓ આ નુસ્ખા

આંખોમાંથી પાણી નિકળવું બહુ જ સામાન્ય સમસ્યા છે અને આ સમસ્યા બહુ વધારે પ્રદુષણવાળા વાતાવરણ અને સિઝનલ એલર્જીને કારણે થાય છે. આ સમસ્યામાં આંખોમાંથી પાણી નિકળવાની સાથે આંખોની ચારેય તરફ ખુજલી પણ થાય છે. આંખોને વધારે સ્પર્શ કરનારા અથવા તો આંખોને વારંવાર મસળનારા લોકોને આ સમસ્યા વધારે થાય છે. આના કેટલાય ઘરેલુ નસ્ખા પણ છે જેના વિશે આજે અમે તમને જણાવીશું. જોકે કેટલાક ગંભીર કિસ્સાઓમાં ડૉકટરને બતાવવું હિતાવહ છે.

 બટાકામાં રહેલા એસ્ટ્રિજેન્ટ ગુણને કારણે તેની મદદથી આંખોમાં વારંવાર પાણી આવવની સમસ્યા દૂર કરી શકાય છે. આ સિવાય આંખમાં લાલાશ અને સોજાને દુર કરવામાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે બટાકાની સ્લાઈઝ કાપી લેવી. થોડીવાર માટે તેને ફ્રિઝમાં મૂકી દેવું. હવે આ ઠંડી સ્લાઈઝ આંખો પર ૧૫ થી ૨૦ મિનિટ માટે મૂકવી. આ ઉપાયને રાતે સૂતા પહેલા બે કે ત્રણવાર નિયમિત કરવાથી ઝડપથી ફાયદો થશે.

 આંખમાં જે ભાગ પ્રભાવિત હોય તેની આસપાસ ઠંડો સેક કરવાથી રાહત મળે છે. ઠંડો સેક કરવાથી સૌથી સરળ રીત મુજબ એક સાફ કપડાને બરફના ઠંડા પાણીમાં પલાળીને આંખ પર રાખવું. આવું દિવસમાં અનેકવાર કરવું. આ સિવાય તમે આંખોમાં પાણી આવવાની સમસ્યાથી બચવા માટે કેમોમાઈલ-ટી બેગનો ઉપયોગ પણ કરી શકો છો. તેના માટે કેમોમાઈલ-ટી બેગને અડધા કલાક માટે ફ્રિઝમાં મૂકી દેવું. ત્યારબાદ તેને ફ્રિઝમાંથી કાઢીને આંખો પર ઓછામાં ઓછું ૧૦ મિનિટ સુધી રાખવું. ઝડપથી સારૂ કરવું હોય તો આ ઉપાયને દિવસમાં ત્રણથી ચાર વાર કરવું. ફાયદો થશે.

(10:01 am IST)