દેશ-વિદેશ
News of Tuesday, 18th June 2019

Gym માં વર્કઆઉટ કરતી વખતે રાખો આટલી વાતોનું ધ્યાન

કોઈપણ ઉંમરના લોકો કસરત કરી શકે છે પણ એ પહેલા એ નક્કી કરવું જરૂરી છે કે તમારૂ શરીર કસરત માટે તૈયાર છે. આવા લોકો જે જીવનમાં કયારેય જીમ ગયા નથી તેમને ટ્રેનર પાસેથી મૂળ વાત સમજી લેવી જોઈએ. નહિં તો અન્ય સ્વાસ્થ્ય  સંબંધી સમસ્યાઓ ઉભી થઈ શકે છે.

વોર્મ અપ : કોઈપણ પ્રકારની મુશકેલ કસરત કરતા પહેલા શરીરને એ માટે તૈયાર કરવું જરૂરી છે. આ માટે હલકી ફુલકી જોગિંગ કરી શરીરનું તાપમાન વધારો. ત્યારબાદ કસરત કરતા શરીર પર વધુ દબાણ નથી આવતુ અને મગજ સતર્ક રહે છે.

રફતાર : કસરતની ગતી અને તીવ્રતા ધીરે-ધીરે જ વધારો. અચાનક જ મુશ્કેલ શ્રમવાળી કસરત કરવા લાગવી શરીર માટે યોગ્ય નથી. શરીરના અણગમતા ભાગ પર કારણવગરના દબાવથી દુખાવો અને માંસપેશીઓ ઘાયલ થવાની સમસ્યા થઈ શકે છે.

દરરોજ નહિં : વિશેષજ્ઞ અઠવાડીયામાં ત્રણવાર જીમ જવાને યોગ્ય માને છે. શરીરને કસરત કર્યા પછી કઈક ખાલી દિવસ પણ જોઈએ. તેનાથી ધીરે-ધીરે વજન ઘટાડવામાં મદદ કરે છે. શરીરને તેની ક્ષમતાથી વધુ થકાવવુ પણ યોગ્ય નથી.

(9:59 am IST)