દેશ-વિદેશ
News of Monday, 18th June 2018

જાડી આઇબ્રોઝ ધરાવતા લોકો ઘમંડી હોઇ શકે

લંડન, તા.૧૮: વ્યકિતના દેખાવ અને અંગ-ઉપાંગોની સાઇઝ પરથી જે તે વ્યકિતનું વ્યકિતત્વ કેવું હશે એ કહી શકાય છે. માત્ર હથેળીની રેખાઓ જ નહીં, તમારો નાકનકશો પણ તમારા વ્યકિતત્વ વિશે ઘણુંબધું કહે છે. કેનેડાની યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના નિષ્ણાતોનું કહેવું છે કે જે  લોકોની આઇબ્રોઝ ઘેરી અને ભરાવદાર હોય છે તેઓ વધુ ઘમંડી હોઇ શકે છે.

અભ્યાસકર્તાઓએ કેટલાક ઘેરી ભમર ધરાવતા લોકોની તસવીરો એક વોલન્ટિયર્સના ગ્રુપને બતાવી. આ તસવીરોમાં દેખાતા લોકો વિશે તેમને કેટલાક સવાલો પૂછવામાં આવ્યા. ત્યાર બાદ એ તસવીરોને ક્રોપ કરીને આઇબ્રોઝનો ભાગ ઢાંકી દેવામાં આવ્યો. ફોટોગ્રાફસમાં માત્ર નાકથી નીચેનો ભાગ જ દેખાતો હતો. આ તસવીરો માટે ફરીથી વોલન્ટિયર્સનીે કેટલાક સવાલો પૂછવામાં આવ્યા. આ બન્ને સર્વેનું વિશ્લેષણ કરીને તારણ નીકળ્યું છે કે ઘેરી આઇબ્રોઝ ધરાવતા લોકો આત્મશ્લાઘામાં વધુ રાચતા હોય છે. આ લોકો ઇચ્છતા હોય છે કે બીજા લોકો તેમને વધુ સન્માન અને અટેન્શન આપે. અલબત્ત, આઇબ્રોઝ જેટલી વધુ ઘેરી એટલું ઘમંડ વધુ એવું પ્રપોર્શન માંડી શકાય એવું નથી.

(1:56 pm IST)