દેશ-વિદેશ
News of Wednesday, 18th May 2022

પેગોંગ તળાવ પર ચીન બનાવી રહ્યું છે વધુ એક પૂલ

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે બે વર્ષથી વધુ સમયથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન, ચીન પેંગોંગ તળાવ પર વધુ એક પુલ બનાવી રહ્યું છે જે ભારે હથિયારો લઈ જવા માટે સક્ષમ હશે. આ ચીન તરફથી પૈગોંગ પર બનાવવામાં આવેલો બીજો સૌથી મોટો પુલ હશે, જેનો ઉપયોગ  ભારે યુદ્વના વાહનો જેમ કે, ટેન્ક, હથિયારબંધ વાહનો અને ભારતીય બોર્ડની નજીક પહોંચવા માટે થશે. એક રિપોર્ટ પ્રમાણે ચીનના બીજા પુલના નિર્માણ માટે સર્વિસ પુલની રીતે કરવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે રક્ષા સુત્રના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે, ચીન પહેલા પુલનો ઉપયોગ પોતાની ક્રેનને સ્થાપિત કરવા માટે અને અન્ય સામગ્રીઓ લેવા માટે કરી શકે છે. ચીન જે નવો વિશાલ પુલ બનાવી રહ્યો છે, તે પહેલા પુલ કરતા વદુ મોટો હશે અને પહોળો પણ હશે. આ પુલનુ નિર્માણ 3 અઠવાડિયા પહેલા જ જોવા મળી ગયુ છે.

 

(7:02 pm IST)