દેશ-વિદેશ
News of Wednesday, 18th May 2022

ભારતના ભાગલા વખતે પરિવારથી વિખુટી પડેલ મહિલા 75 વર્ષ બાદ પોતાના ભાઈને મળી

નવી દિલ્હી: ભારતના ભાગલા થયા ત્યારે પોતાના પરિવારથી વિખૂટી પડીને પાકિસ્તાનમાં જ રહેવા મજબૂર બનેલી પાકિસ્તાની મુસ્લિમ મહિલાએ 75 વર્ષ બાદ પોતાના સિખ ભાઈઓ સાથે કરતારપુર કોરિડોરમાં મુલાકાત કરી હતી. મમુતાઝ બીબી નામના મહિલા ભાગલા પડ્યા ત્યારે તો નાની બાળકી હતી. રમખાણો દરમિયાન તેમના માતાની હત્યા કરી દેવાઈ હતી. એ પછી મહોમ્મદ ઈકબાલ અને તેમની પત્નીએ તેમનો ઉછેર કર્યો હતો.તેમણે જ મુમતાઝ નામ રાખ્યુ હતુ. ભાગલા બાદ તોફાનો શાંત થયા પછી લાહોર પાસે મહોમ્મદ ઈકબાલે ઘર લીધુ હતુ અને ત્યાં રહેતા હતા. મુમતાઝને તેમણે ક્યારેય પોતાની પુત્રી નથી તેવુ કહ્યુ નહોતુ. તેને ભણાવીને તેના લગ્ન પણ કરાવ્યા હતા. બે વર્ષ પહેલા મહોમ્મદ ઈકબાલની તબિયત ખરાબ થઈ ત્યારે તેમણે મમુતાઝને સત્ય કહ્યુ હતુ કે, તું સિખ પરિવારમાંથી આવે છે. ભાગલા વખતે તુ મને મળી હતી. એ પછી ઈકબાલનુ અવસાન થયુ હતુ.

 

(7:01 pm IST)