દેશ-વિદેશ
News of Monday, 18th May 2020

હદ હો ગઇ : પત્નિએ ૧૦ વર્ષ બળાત્કાર ગુજાર્યો !!

૧૦ વર્ષ ભયાનક યાતના ભોગવ્યા પછી તલ્લાક મળ્યાઃ બીબીસીનો હેવાલઃ રજાના દિવસો સૌથી ખરાબ વિતતાઃ ભુલ કરૃં તો ઢોરમાર મારે!!

યુક્રેનઃ સામાન્ય રીતે દ્યરેલૂ હિંસાની દ્યટનામાં મહિલાઓના કેસ સૌથી વધુ જોવા મળે છે. પણ પુરુષો વિરુદ્ઘ થતી દ્યરેલી હિંસા દક્ષિણ એશિયાઇ સમાજમાં કોઇ મોટો મુદ્દો હજી સુધી નથી શકયું. આ વચ્ચે યુક્રેન (Ukrain) માં એક વ્યકિતનો દાવો છે કે તેની પત્ની છેલ્લા ૧૦ વર્ષથી તેનો રેપ (Rape) કરે છે. આ વ્યકિતના મુજબ તેને કલાકો દર્દનાક સેકસ   માટે મજબૂર કરવામાં આવે છે અને સાથે જ તેને માનસિક સ્તરે પણ ખૂબ જ પ્રતાડિત કરવામાં આવે છે.

 BBC યુક્રેનમાં છપાયેલી એક રિપોર્ટ મુજબ યુક્રેનના એક યુવકે નામ ન કહેવાની શરતે પોતાની આખી વ્યથા વ્યકત કરી છે. આ યુવકના કહેવા મુજબ તેને હાલમાં જ તે વાત સમજાઇ કે તેની પત્ની છેલ્લા ૧૦ વર્ષથી તેની સાથે બળાત્કાર કરી રહી છે. યુવકના કહેવા મુજબ તેની પત્નીએ તેને પ્રપોઝ કર્યું હતું અને પછી તેમના લગ્ન થયા. તેણે કહ્યું કે - મેં સેકસ કરવા માટે પહેલા પ્રયાસ સૌથી પહેલા ઇરા (પત્ની) સાથે જ કર્યો હતો. જો કે અમારો સેકસ સામાન્ય નહતો. તે દર્દનાક અને આક્રમક હતો. અમારો પહેલા સેકસ લગભગ ૫ કલાક સુધી ચાલ્યો. અને પછી મને ખૂબ જ ખરાબ રીતે દુખાવો થતો રહ્યો. અમારો સેકસ સામાન્ય રીતે ૧-૨ કલાક સુધી થાય છે.આ વ્યકિતએ જણાવ્યું કે હું સેકસથી  કંટાળી ગયો છું, મારી ના પાડવા છતાં તે રોકાતી નથી. મને તે પછી અનુભવાયું કે પુરુષોનો પણ રેપ થઇ શકે છે. આ વ્યકિત કહ્યું કે ઓફિસથી છૂટીને હું આરામ કરવા માંગું તો પણ તે મને સેકસ માટે મજબૂર કરતી. મારા ના પાડવા પર તે મને મારતી અને પછી હું કંઇ ના કરી શકતો. તેના નખના નિશાન મારા શરીર છે. તે મને મુક્કા મારે છે. તેણે કહેયું કે તેની સાથે વીકેન્ડ સૌથી ખરાબ હોય છે. તે શનિવાર રાતથી લઇને રવિવાર સવાર સુધી ટોર્ચર ચાલુ રાખે છે. હું જયારે પણ ભૂલ કરું તો મને તે મારે છે, મારા પર ખૂબ ગુસ્સે ભરાય છે.

આ વ્યકિતએ કહ્યું કે એક થેરેપિસ્ટની મદદથી મને અહેસાસ થયો કે મારી જોડે જે થયું છે તે ખોટું થયું છે. અને આવું મારી સાથે ના થવું જોઇઅ. થેરેપી સેશનમાં કંઇ  પહેલી વાર મને ઉત્પીડનની વાત કહી. ઇરાને મારી વાત સાંભળીને ગુસ્સો આવ્યો. તેણે કહ્યું કે હું ખોટું બોલું છે અને તે મારા પર ચિલ્લાવા લાગી. તે પછી મેં તેને તલાક આપવાની વાત કહી અને તેણે હા પાડી. એક મહિના પછી મને તલાકના કાગળ મળ્યા. અને તે દિવસ મારા જીવનનો સૌથી સુખદ દિવસ હતો. આ વ્યકિત કહ્યું યુક્રેનના જે પહેલા થેરેપિસ્ટથી તે મળ્યા હતો તેણે પણ મારી મજાક ઉડાવી હતી. તેણે કહ્યું કે એવું તો નથી ને કે તુ પુરુષ ના હોઇ મહિલા હોય. મેં છ થેરેપિસ્ટ બદલ્યા ત્યારે મને સાચી સલાહ અને મદદ મળી.

(3:58 pm IST)