દેશ-વિદેશ
News of Saturday, 18th May 2019

નારિયેળ પાણી ગરમીમાં પીઓ અને મેળવો અનેક ફાયદા

ઉનાળાની ઋતુમાં નારિયેળનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. આ પાણીમાં વિાટામીન અને મિનરલ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. આયુર્વેદમાં પણ જણવાયું છે કે ૧૦૦ પ્રકારની બિમારીઓ સામે નારિયેળ પાણીથી લાભ થાય છે. ઉપરાંત શરીરને તંદુરસ્ત રાખવામાં પણ તેની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે.

નારિયેળનું પાણી નિયમિત રોજેરોજ એકવાર પીવામાં આવે તો શરીરની સમગ્ર પાચનક્રિયાને સક્રિય બનાવી દે છે. આમ તેનાથી સારી અને સ્વાસ્થ્યવર્ધક પાચક્રિયા નિયંત્રિત થાય છે. નારિયેળ શ્રીફળ તરીકે પણ ઓળખવામાં આવે છે. નારિયેળ પાણીમાં વિટામિન, મિનરલ, ઈલેકટ્રોલાઈટ્સ, એન્જાઈમસ ભરપૂર માત્રામાં રહેલું હોય છે.

 

(10:06 am IST)