દેશ-વિદેશ
News of Saturday, 18th May 2019

તો આ કારણે મોઢામાં ચાંદા પડે છે !

ઉનાળામાં મોટા ભાગે અયોગ્ય ખાણી-પીણીના કારણે કેટલીય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમાંથી જ એક સમસ્યા છે. મોઢામાં ચાંદા પડવા. શરીર એટલે કે પેટની ગરમીની અસર મોંમાં પડવાની શરૂ થઈ જાય છે. જેના કારણે મોઢામાં ચાંદા પડી જાય છે. તો જાણી લો મોઢામાં વારંવાર ચાંદા પડવાનું કારણ શું છે?

 આયુર્વેદના અનુસાર મોઢામાં ચાંદા પેટની ગરમીને કારણે પડે છે. અપચો આનું મૂળ કારણ છે.

 પેઈન કીલરનું વધારે સેવન કરવાથી મોંમાં ચાંદા પડી જાય છે.

 ઓયલી ફૂડ વધારે ખાવાથી પણ મોઢામાં ચાંદા પડે છે.

 વધારે માત્રામાં દારૂ પીવાથી પણ ચાંદા પડે છે.

 સોપારી ખાધા પછી કોગળા કર્યા વગર રીતે ઉંધી જવાને કારણે પણ ચાંદા પડે છે.

(10:04 am IST)